શ્રી રાકેશ રાજદેવ અને શ્રીમતી રૂપલ રાજદેવ દ્વારા કરવામાં આવેલ અદભૂત કાર્ય
નાના બાળકો માટે, 2022 ની નવરાત્રી દરમિયાન
નવરાત્રી
વિશ્વમાં રહેલા દરેક હિન્દુ લોકો માટે નવરાત્રી એક આનંદનો અવસર લઈને આવે છે. નવરાત્રીના સમયગાળા દરમિયાન લોકો દેવી દુર્ગા અને તેમના ૯ સ્વરૂપોની પૂજા-અર્ચના કરે છે. હિન્દુઓ ૯ રાત્રિ અને ૧૦ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરે છે, એકબીજાને ભેટો આપે છે અને વિશેષ ધાર્મિક વિધિઓ કરે છે. ઘણા હિન્દુઓ એવું માને છે કે ખાસ કરીને નવરાત્રીના તહેવારમાં દેવી દુર્ગા ખૂબજ શક્તિશાળી હોય છે અને તેઓ તેમના ભક્તોની ઉપર વિશેષ કૃપાદ્રષ્ટિ રાખે છે.
નવરાત્રી દરમિયાન હિન્દુઓ બાલિકાઓની પૂજા કરીને દેવી દુર્ગા પ્રત્યેની ભક્તિ દર્શાવે છે. નાની બાલિકાઓને નિર્દોષતા અને પવિત્રતાના પ્રતિક તરીકે જોવાય છે અને હિન્દુઓ માને છે કે બાલિકાઓ માતાજીના આશીર્વાદ માટેની પથદર્શક છે.
નવરાત્રી દરમિયાન દંપતી શ્રી રાકેશ રાજદેવ અને શ્રીમતી રૂપલબેન રાકેશ રાજદેવ દાન આપવામાં અગ્રેસર રહ્યા, જેઓ “કાનુડા મિત્ર મંડળ” નામની NGO ના સ્થાપક છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટની આ જોડી દ્વારા નવરાત્રી ના તહેવાર દરમિયાન નાની બાલિકાઓ માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરાય છે.
રાકેશ રાજદેવ હજારો વંચિત બાળકોના ચહેરા પર સ્મિત લાવે છે
કોરોના વાયરસ ફાટી નીકળ્યો તે પહેલા આ દંપતી નવરાત્રી દરમિયાન વંચિત જૂથની નાની છોકરીઓ માટે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરતા હતા, જેમાં રાત્રિભોજન અને તેમના માટે અલગ-અલગ સ્પર્ધાઓના આયોજનનો સમાવેશ થતો હતો. છોકરીઓ સ્વાદિષ્ટ ભોજન માણતી, વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતી અને તેમને મળેલી ગિફ્ટ્સનો આનંદ માણતી.
આ વર્ષે તેઓએ પોતાને જ પાછળ છોડી દીધા. તેઓ ૫૦૦૦ થી ૭૦૦૦ નીચલા વર્ગના બાળકોને મજાનાં દિવસ રવિવારે (સંડે-ફન ડે ના દિવસે) ગુજરાતના રાજકોટ ના “ફન વર્લ્ડ” અમ્યૂઝમેન્ટ પાર્કમાં લઈ ગયા હતા. બાળકોને રાઇડ્સમાં મફતમાં બેસાડ્યા હતા અને તેમને આખા દિવસ દરમિયાન આઈસ ક્રીમ, પોપકોર્ન અને બપોરના ભોજન સહિતનો સ્વાદિષ્ટ ખોરાક પીરસવામાં આવ્યો હતો.
તેઓએ બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સ્કૂલ બેગ્સ, નાસ્તાના ડબ્બાઓ અને પાણીની બોટલ્સ જેવી ભેટોનું પણ વિતરણ કર્યું હતું. આ વિતરણ સ્વ. વિમળાબહેન (શ્રી રાકેશ રાજદેવના આદરણીય માતૃશ્રી) ની સ્મૃતિમાં કર્યું હતું.
ડીજે પણ આ તહેવારનો એક ભાગ રહ્યો હતો જેમાં ઘણી છોકરીઓએ ગરબા કર્યા હતા. તેઓએ જે ગરબા કર્યા હતા તે “અર્વાચીન ગરબા” તરીકે ઓળખાય છે, કે જે ગરબાનું મોડર્ન વર્ઝન છે.
“ગરબા” શબ્દ એ સંસ્કૃત શબ્દ “गर्भ” પરથી ઉતરી આવ્યો છે. કે જેનો અર્થ “ઉત્પતિસ્થાન” થાય છે. ગરબા નૃત્યની ઉત્પતિ ૯મી સદીમાં જોઈ શકાય છે, કે જ્યારે ગરબા ગુજરાતમાં સૌપ્રથમ રમવામાં આવ્યા હતા. આ એક લોકનૃત્ય છે કે જે નવરાત્રીની નવ રાત્રી દરમિયાન રમાય છે.
કવિ શ્રી દયારામજીના નામ પરથી લોકગીતો લખાયા હતા. તે તમામને “અર્વાચીન ગરબા” તરીકે વર્ણવવામાં આવ્યા છે અને તેમની સમક્ષ લખાયેલા ગરબા એ પ્રાચીન ગરબાનો જ એક ભાગ છે.
“બેસ્ટ ટ્રેડીશનલી ડ્રેસ્ડ ગર્લ”, “બેસ્ટ ગરબા ડાંસર” અને “ધ બેસ્ટ રંગોલી મેકર” જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસના અંતે બધા બાળકોને પ્રસાદી આપવામાં આવી હતી કે જે ભગવાનને અર્પણ કરવામાં આવતું પવિત્ર ભોજન છે.
દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે “૭000 વંચિત બાળકોને સ્મિત આપવાથી” વધારે પ્રસન્ન કરવાની સારી રીત કઈ હોય શકે છે?
નિષ્કર્ષ
શ્રી રાકેશ રાજદેવ અને શ્રીમતી રૂપલબેન રાકેશ રાજદેવ વંચિત યુવતીઓનું ભરણપોષણ કરવા માટે અવિરતપણે કામ કરી રહ્યા છે. તેઓએ શાળાની ફી ભરવા અને સ્ટેશનરી માટે સામાજિક ભંડોળ ઊભું કર્યું છે. તેઓ છોકરીઓને મનોરંજન આપવા માટે અને પ્રવૃત રાખવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે અને તેઓ ખરેખર તેમના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે.
